મીઠે બોલ
મીઠે બોલ
ના ચાલો તમે હવે,ઘર ગંદુ થાય છે,
કચરા પોતા કરવાનું, હવે શરૂ થાય છે,
આખો દિવસ મોબાઇલમાં પડી રહો છો,
તમારા પગલાની છાપ હવે રહી જાય છે,
કેટલીકવાર કહ્યું તમને, ઘર ગંદુ થાય છે,
પગલાની છાપ, કેવી રહી જાય છે ?
ફરી ફરી એ કામ કરવાનું થાય છે,
સમજો જરા તમે!, સાથ આપવાનું કેમ ભુલી જાવ છો!
કેટલું કહ્યું તમને, ભજો હવે આ ઉંમરે પ્રભુને,
સારા કર્મો ની છાપ, ઈશ્વર સુધી જાય છે,
તમારા પગલામાં, મારા પગલા પણ સમાય છે,
સાત ભવના બંધને તો, આપણે બંધાય છે.

