મીઠાં ઝઘડાં
મીઠાં ઝઘડાં
મીઠાં એ ઝઘડા તારાને પછી કરવા મનામણાં,
મથી મથી તને મનાવી ત્યાં પાછી તું રીસાણી,
ગુસ્સો કરવા કંઈ ખાસ હેતુ નથી, ચિંતા તારી
તું મોં ફૂલાવી બેસી રહે તો વધે મારા ધબકારા,
તને દુઃખી દેખી ન આવે એક પળ ચેન દિલને,
તારા હાસ્યથી હસી પડું છું, મળે સૂકુન દિલને,
સપનાંઓ સજાવ્યા છે જીવવા મારવાના સાથ,
મંદી આવે કે ઓટ જિંદગીમાં રહેવું હમેશાં સાથ,
બોલ-ચાલીથી થાય કંકાસ એવું ન કરીએ અમે,
સાથે રહી સાથે જીવીએ જિંદગીની દરેક પળ,
લડતાં-ઝઘડતાં, હસતાં-રમતાં ગુજરે આ સફર,
અંતે દેહ જુદા થાય "પ્રવાહ" અંતરાત્મા રહે એક.
