મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
કોઈ પ્રેમના પ્રતાપે, દિલ ગયું હારી.
મીઠા શબ્દોએ કરી શરૂ કરી અંતાક્ષરી,
કોઈ પ્રેમથી કોઈના પર ગયું વારી.
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
જાણે ફૂલોથી ઉભરાઈ હૈયાની ક્યારી !
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
નફરતની જગા, પ્રેમે લઈ લીધી ફરી.
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
પરાઇ દુનિયા આખી બની ગઈ મારી.
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
જાણે ઉદાસી ભાગી ગઈ મારી સારી !
મીઠા શબ્દોએ શરૂ કરી અંતાક્ષરી,
જાણે હું લાગવા માંડી સૌને પ્યારી !