STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મહેફિલમાં

મહેફિલમાં

1 min
25.1K


મને મનગમતું મળી જાય છે મહેફિલમાં,

દિલતાર ઝણઝણી જાય છે મહેફિલમાં.


ખામોશ ! ખુદાની હાજરી નિરંતર અહીં,

શકેને ઇબાદત ફળી જાય છે મહેફિલમાં.


અંતર કેવું આચ્છાદિત થતું સ્નેહસુધામાં,

સ્ફુરણાઓ કેટકેટલી થાય છે મહેફિલમાં.


સૂર- લય-તાલની સંગાથે ઉર ઝંકૃત થનારું,

વસંત વિનસ પ્રગટાવી જાય છે મહેફિલમાં.


ખીલી ઉઠતું કુસુમવત્ હમદર્દીના સથવારે,

મન પણ મબલખ પામી જાય છે મહેફિલમાં.


અન્ન, વસ્ત્રને આવાસ નથી પર્યાપ્ત માનવને,

અનુભૂતિ અંતરની છલકાય છે મહેફિલમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational