STORYMIRROR

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

મહામુલો રવિવાર

મહામુલો રવિવાર

1 min
375

રાહ જોવું છું તને મળવા મહામુલા રવિવારની,

દરિયા કિનારે મળવા તું, આવે તે સમી સાંજની,


રવિવાર આવે ને પ્રિયતમ તું સોળ શણગારે સજે છે,

તારી બિંદીયામાં મને જાણે ચંદ્ર નજરે પડે છે,


ચંદ્રની ચાંદની પણ તારા આગળ જાણે ફિક્કી પડે છે,

તારા રૂપે મને એવો તો મોહ્યો છે કે આ દુનિયા નકામી લાગે છે,


તારા વિના શ્યામ ક્યાં રાધા પણ જીવે છે,

વિરહની અગ્નિમાં એ પણ હરપળ બળે છે,


એક સપ્તાહ સુધીનો ઈંતજાર જાણે લાગે છે વરસો,

રવિવારે વહેંલા આવીને મને ચાંપી લે છાતી સરસો,


નાના મોટા સૌ કોઈ જુએ છે રવિવારની વાટ,

રવિવારે ફરવા જઈએ,અને જઈએ બજાર હાટ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance