STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

મહા વિજ્ઞાની

મહા વિજ્ઞાની

1 min
316

ઈશ્વર તું તો મહા વિજ્ઞાની રે !

ભરે બુંદ-બુંદમાં નોખું તેજ રે !


સમાવે બીજમાં શક્તિ અમાપ,

ભરે ભીતરે તું અનેરો ઉજાસ રે !


બંધ શ્રીફળમાં ભરે તું અમૃત,

ને મીઠાસ ભારોભાર રાખે રે !


સૃષ્ટિ રચી અલબેલી અનોખી, 

વિવિધતામાં તું જ અટવાય રે !


રચી આ માનવ દેહ અજાયબ,

આવી ભીતર તું જ પૂરાય રે !


શું વાત કરું, હે ! ઈશ્વર તારી,

અખિલ બ્રહ્માંડનો રચયિતા રે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational