મેળવીશ તને
મેળવીશ તને
હસ્તરેખાને ભૂંસીને પણ મેળવીશ તને.
વિધિલેખને પલટીને પણ મેળવીશ તને.
કહે છે કે જોડી ઉપરથી નક્કી થાય છે,
લેખમાં મેખ મારીને પણ મેળવીશ તને.
આમ તો હૃદયાસન પર બિરાજે છે તું,
ચાહત હદ વટાવીને પણ મેળવીશ તને.
શું ન કરી શકે કાળા માથાનો માનવી ?
નૈન સન્મુખ લાવીને પણ મેળવીશ તને.
હશે ભૂલ ઈશની તો એને પણ સુધારી,
નસીબ પર થૈ હાવીને પણ મેળવીશ તને.