Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Others

4  

Vijay Shah

Inspirational Others

મધુરમ કરો

મધુરમ કરો

1 min
351


માનવી ભૂલને પાત્ર ના ગમ કરો.

દોષને ધોઇને જાત  સોહમ  કરો.


સાત સૂરો મઢાવી પ્રણય ગાનમાં !

સ્નેહને પાથરી શ્વાસ સરગમ કરો.


છે ફરજ આકરી થાક લાગ્યા કરે !

જિંદગી કર્મથી આપ સોડમ કરો.


બોલતા માનવી છે અહીં વાટમાં,

મીઠડાં ભાવથી વાત કાયમ કરો.


આવશે યમ અચાનક જરા સાંભળો !

હર ઘડી જિંદગી આપ મધુરમ કરો.


Rate this content
Log in