મદદગાર
મદદગાર
આજે નહોતી બાઈક ને
આજે નહોતું સ્કુટર
જવું હતું બહાર એને
જતો હતો ચાલતો
રસ્તામાં તો ભીડ કેવી ?
વાહનો પણ અટવાય
ઓળંગવો હતો રસ્તો
સિગ્નલની રાહ જોવાય
જોયું આજુબાજુ
દેખાઈ એક અંધ બાઈ
એ પણ તત્પર હતી
રસ્તો ક્રોસ કરવાને
પણ કરવો કેવી રીતે !
હાથમાં હતી એક લાકડી
માનવતા જાગી એ યુવાનને
અંધ બાઈને મદદ કરવાને
દેખાયું ગ્રીન સિગ્નલ
રાહદારી માટેનું
કરી એણે ઝડપ
અંધ બાઈ પાસે
હાથ પકડ્યો
ધીમે ધીમે ચાલ્યો,
વાહનો સામે કર્યો હાથ
રસ્તો ક્રોસ રોકવાને
આખરે પાર કર્યો રસ્તો
ને હાશ થઈ યુવાનને
અંધ બાઈ બોલી,
ભગવાન કરે તારું ભલું
મદદ કરી મુજ અબળાની
કાશ..
દુનિયા પણ શીખે
આવું મદદરૂપ થવાને
બદલાઈ જાય દુનિયા
જો બદલાય આપણે
સૌ માનવો.
