Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4.5  

Rekha Patel

Inspirational

મદદ કરવા તૈયાર

મદદ કરવા તૈયાર

1 min
347


બની શક્તિમાન હું મદદ કરવા તૈયાર, 

બની શક્તિશાળી કોઈ પણ કામ કરવા તૈયાર. 


શક્તિહીન જીવનથી નથી મને કોઈ લાભ, 

તાકાત જીવનમાં વધારી સારું જીવવા તૈયાર. 


કરી અખાડામાં કસરત ને કુસ્તી, બનાવી શરીરને વજ્ર, 

હવે ગગન હો યા ધરા, મદદ કરવા તૈયાર. 


બાળકોનો હું બહુ વહાલો, મુશ્કેલીમાં બોલાવે, 

કાયમ નાનાં ભૂલકાઓની વહારે તૈયાર. 


આગ હો યા પાણી, ના જોઉં કોઈ આપત્તિ, 

યા હોમ કરીને ઝંપલાવી મદદ કરવા તૈયાર. 


નાના મોટા સૌને મુશ્કેલીમાં મળે ખાતરી મારી, 

છે શક્તિમાન તાકાતવાન બની મદદ કરવા તૈયાર. 


બાળકોનો હમદર્દ બની, તેનાં વહાલને મેળવી, 

બબ્બે હાથે ઊચકી લઈ મદદ કરવા તૈયાર. 


ન કરે કોઈ અવગણનાં મારી અહીં, 

આદર આપી, મોજ મનાવી મદદ કરવા તૈયાર. 


"સખી" કલ્પિત પાત્ર મારું છે છતાં જીવંત દેખાઉં, 

આવા શક્તિમાન હોય જે જીવનમાં મદદ કરવા તૈયાર. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational