STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

મૈત્રી

મૈત્રી

1 min
13.5K


ચિત્રમાં દોરેલા કુદરતી દ્રશ્યના,

ઓલ્યા બે પર્વતો જેવી મૈત્રી છે આપણાં વચ્ચે,

જ્યાં શબ્દો ભલે ના હોય,

પણ સ્નેહસંબંધ છે...

વર્ષોથી કુમળા હાથ ધીમે ધીમે,

એકજ સરખો છીકણી રંગ પૂરે છે આપણાં વચ્ચે,

જ્યાં મોહમાયા ના હોય,

પણ મમતા કેરી મજા છે....

ને જાણે રાજા હોઈએ આપણે બંને,

વાદળી રંગના સુંવાળા મુગટ પહેરાવે માથાં વચ્ચે,

જ્યાં અભિમાન ના હોય,

પણ સ્વમાન જરૂર છે....

ને જાણે રાજા પ્રજાને સાચવે એમ,

એક સદાયે વહેતી નદી નીકળે બરોબર આપણાં વચ્ચે,

જ્યાં દયા ના હોય,

પણ પ્રેમ અને કરુણા જરૂર છે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational