માયાચિત્ર
માયાચિત્ર
ગર્વ એકદિન ગળી જશે સમય આ સરી જશે
પૂર્વનાં પુણ્યોનું ફળ છે ક્ષય એનો થઈ જશે !
આજ મ્હાલે તું મહાલતોમાં એ રેતનો છે મહેલ
એક જ ક્ષણની સાહ્યબી ક્ષણભરમાં ઢળી જશે !
વૈભવ મળ્યો તુજને પુણ્યબળે આજ કરી લે કદર
રાચીશ જો મદમાં તો રાય માંથી રંક તું બની જશે !
દેખતાં શીખ એને જે ટળવળે અન્નનાં કણને કાજ
તુજને મળ્યું વહેંચીશ નહિ તો પણ એ ચાલી જશે !
શક્ય છે, સુખ જેને માનતો એ તારો મહાભ્રમ નીકળે
જીવન કચરામાં વિતે ને મૂલ્યો પડખે બંધ રહી જશે !
સિક્કા પડે છે તારા નામનાં એ ઓળખ તો ઉછીની છે
અંચળો હટાવી એકવાર જો, હતો ન હતો થઈ જશે !
'દીપાવલી' હોય સપનાઓ તો લીલાછમ્મ જ સદા
વાસ્તવિકતાને નિહાળ, તળિયેથી જમીન સરકી જશે !
