STORYMIRROR

Keshav Suthar

Tragedy Inspirational

4  

Keshav Suthar

Tragedy Inspirational

માવતર

માવતર

1 min
310

જિંદગી ઓજસ કરે છે માવતર !

દુઃખની વેળા સાંભરે છે માવતર !


ખૂબ કષ્ટો ભોગવી મોટાં કરે,

ઈશ આગળ કરગરે છે માવતર !


દર્દ સઘળાં પી' ધરમને જાળવે !

લોક ભીતર અવતરે છે માવતર !


અબ્ધિ ઉરનો હેત વરસાવે ઘણો,

છોરુ આગળ ઊભરે છે માવતર !


મૂલ્ય જીવનમાં ગણો તો કમ નથી,

વિશ્વમાં બસ મોખરે છે માવતર !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Tragedy