STORYMIRROR

Keshav Suthar

Others

4  

Keshav Suthar

Others

ક્યાં છે ?

ક્યાં છે ?

1 min
373

વાંકુંચૂકું આંગણ ક્યાં છે ?

ને રેત વગરનું રણ ક્યાં છે ?


શબ બાળે ને દાગ મટાડે !

જગમાં એવું ખાંપણ ક્યાં છે ?


સાગર ખારો, મોતી મોંઘાં !

દેખો ગણ કે અવગણ ક્યાં છે ?


કણ તૂટે ને શ્વાસ વધે તો,

શોધી કાઢો તારણ ક્યાં છે ?


ભીતર મારે કાશી - ગંગા !

જીવનનું તો ભારણ ક્યાં છે ?


Rate this content
Log in