STORYMIRROR

Jignesh Vala

Romance

2  

Jignesh Vala

Romance

માટી ઠરે છે!

માટી ઠરે છે!

1 min
13.6K


પવન  ફેરવે અેમ સઘળા ફરે છે!

જુઓ જળ ઉપર પાન કેવા તરે છે!

નથી ભૂલતા પ્રેમ કરવાનું તત્ત્વો;

કિરણ ઝાડને રોજ ચુંબન કરે છે!

ઉપર ધગધગે છે ઘણા વર્ષથી પણ;

અરે! ખૂબ  ઊંડે તો માટી ઠરે છે!

ચરણમાં તમારા અમે ફૂલ વેર્યા;

સિતારા ય આકાશમાંથી ખરે છે! 

ઉપર આભમાં ઝાડ અેકેય ક્યાં છે?

અહીં ઝાડવા રોજ જીવે, મરે છે.

       


Rate this content
Log in

Similar gujarati poem from Romance