STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

માતૃભાષા

માતૃભાષા

1 min
359

મૂલ્ય ભાષાનું નિરૂપાય જો રહેવું પડે દિવસભર મૂક,

મૂંગા રહયે રંગીન જીવનમાં કેટલીક થઇ જાય ચૂક,


કોણ શીખવે શિશુને કે તારા આગમનની તું જાણ કર,

રુદન ને હાસ્ય એક જ માતૃભાષા ચાલે છે વિશ્વભર,


ભાષા થકી જ સૃષ્ટિમાં ઘડાયો ઘાટ સંદેશાવ્યવહાર,

બોલી બની પશુ પંખી કે માનવીનો શ્વાસ ને આહાર,


લખ્યા બોલ્યા વગર કેમ બતાવવી કોઈને લાગણી,

ભાષા વગર કરી બતાવશે કોઈ રંક કે રાજા માંગણી,


ભાષા કરાવે ભાઈબંધો ને અરિમાં નાની મોટી લડાઈ,

બોલ્યા વગર તો કેમ થાય પોતાની કે કોઈની બડાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational