STORYMIRROR

Pooja Patel

Inspirational Others

4  

Pooja Patel

Inspirational Others

માતા પિતા

માતા પિતા

1 min
386

માતાપિતાની

મળે જો છત્રછાયા

સુખી જીવન !


હૂંફ તેમની

આપે વાતાવરણ

સદાય સુખી !


દુઃખ ન મળે

હોય જો માતાપિતા

હંમેશાં સાથે !


શાળાએ મૂકે

જીવન જીવવાની

તકો શીખવા !


હોય પરીક્ષા

અમારી છતાંય તે

સૂવે જ નહીં !


સપનાં પૂરાં

કરે અમારાં કરી

કરકસર !


ઈચ્છા પોતાની

બાજુમાં; પરિશ્રમ

કદી ન મૂકે !


કદી અમને

હિંમત ન હરાવે

દુઃખોની સામે !


તૂટવા ન દે

પ્રોત્સાહન આપવા

અમારું સદા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational