STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારું વતન

મારું વતન

2 mins
207

હૈયે વસતું એક નામ,

એ છે મારા વતનનું ગામ,

રાજુલા સીટી છે એનું નામ,

મારું વતન મને મારું સ્વજન લાગે,

મારું વતન મને મારું આપ્તજન લાગે,

રહું અહી પણ હૈયું મારું વતનમાં રહેે,

આ વતનનાં ઝાડી ઝાંખરા અને ધૂળ,

હૃદયમાં ભોંકે છે યાદોની શૂળ,

આ ગુલમહોર ને કેસૂડો,

દઈ રહ્યા છે સાદ,

હોળી ઉજવવા ને કાજ,

મને વતનની બહુ આવે છે યાદ,

આ વસંતના વાયરાએ, 

મોકલાવ્યું કહેણ,

આ ધરતી એ સર્જી નોખી નોખી 

તમે જોવા આવો ને ઇ કાજ,

કાગડો, ચકલી પોપટ ને મેના,

દે છે તમને સાદ,


આ જૂઈ ચંપો ને મોગરો,

પોકારે તમને આજ,

આ ચમેલીએ શ્વેત ચાદર બિછાવી,

આંબો ને લીમડો,

પૂછે મને સવાલ ક્યાં છે અમને પાણી સિચનારા ?

આ અલ્લડ યુવતી જેવી નટખટ નદી પૂછે સવાલ,

મારા કાંઠે વીરડો ગાળનાર,

ક્યાં મલકે વસ્યા ?

આ વતનની વેલડી દે છે મને સાદ,

મને વતનની બહુ આવે છે યાદ,


યાદ છે મને શૈશવની સોનેરી સવાર,

આ રમતિયાળ સૂરજની સોનેરી કિરણ,

ભરનિન્દ્રામાંથી જગાડતી મને,

સુગંધથી તરબતર ફૂલો દેતા મને સાદ,

આ કુમળા ઘાસનો સ્પર્શ,

તો જાણે મારી માના

ગોદની હૂંફ,

ઝાકળ કેરા બુંદે,

ફૂલો શોભતા એમ,

જાણે કામણગારી નવોઢાના ગલ પરનું તલ,


પંખીઓ મેળો ભરતા, 

મારા આ સવનીના વૃક્ષ પર,

ગાતા ગીતો હરખથી,

જાણે નરસિંહ મહેતાના પ્રભાતિયા,


દૂર આંબા ડાળે કોયલ,

રેલાવતી સંગીતના સાત સૂર,

મગન છે ઈશની આરાધનામાં,

જેમ રાધા અને મીરા

કૃષ્ણમય,

મારું ફાર્મ જાણે

પવિત્ર પાવન મંદિર,

અહેસાસ અપાવે મને,

અલબેલી ઇન્દ્ર કેરી નગરીનો,

મારું વતન મને મારું સ્વજન લાગે,

મારું વતન મને મારું આપ્તજન લાગે,

વતનની યાદ મને દે છે સાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational