મારું વતન
મારું વતન
વરસોના પડળો વીંધી,
એક ઝાખું દ્રશ્ય ઊભરતું,
ખળખળ વહેતી નદી
બાળકોનું ટોળું..
કોઈ વડવાઈએ હિંચતું,
કોઈ પાણીમાં ધૂબકાં મારતું..
આંબલીપીપળી સાતતાળી ને ખોની રમત,
ડેલીબંધ મકાન ...
ઓસરીએ ખાટલો ઢાળી
હૂક્કો ગગડાવતા દાદા..
રાંધણિયામાંથી ઉઠતી એ ખુશ્બુ
પાણિયારે ગ્લાસને કળશાનો શણગાર,
અભેરાઈ પર લાઈનસર ગોઠવેલ બેડાંની હાર
એ ચમકતા વાસણો..
માનો દુલાર
પિતાનું અનુશાસન
દાદા દાદીનો વાર્તા ને અનુભવોનો ખજાનો..
રાત પડે ખૂલ્લા આકાશ નીચે ધાબે પથારી
તારા ને ચંદ્ર સંગ પછીતો રાત વિતતી..
મહેમાનો અવાજોથી જીવતું ઘર..
સાધુ સંતના પગલાંને,
દીન દુઃખીનું વિસામો બનતું..
પિતરાઈઓ સાથે રાત દિવસની ગોષ્ઠિ..
મિત્રો સાથે ધીંગામસ્તી
નિશાળેથી રમવા ભાગવું..
ખેતરોમાં અકારણ ચખડપટ્ટી..
કંઈ કેટલું..
જે આજ ખોવાયું ..
કામધંધાની આડમાં છૂટ્યું વતન,
હવે તો માત્ર યાદોમાં સચવાયું,
વતન મારું વતન
મારો શ્વાસોમાં મારા સમણાંમાં જીવતું.
