STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

મારું સ્વપ્ન

મારું સ્વપ્ન

1 min
913

ગામડાની દીકરી શાળામાં ભણવા જાય છે,

હોંશિયાર છે એટલે અવ્વલ નંબરે પાસ થાય છે.


સાહિત્યનો વારસો એની વાણીમાં વર્તાય છે,

સિદ્ધિનાં શ્રેષ્ઠ શિખર સર કરતી જાય છે.


રોજ નિશાળેથી આવી ભાઈ પાસે બેસે છે,

આંખમાં આંખ પરોવીને અવનવી વાતો થાય છે.


"રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કેટલું ભણવું પડે ?"

આવો સાહજિક પ્રશ્ન એનાથી પૂછાય છે.


પ્રશ્ન સાંભળી ભાઈ નિરુત્તર બની જાય છે,

ખૂબ ભણવું પડે એવો ભળતો જવાબ આપે છે.


અભણ મા-બાપની દિકરીથી સ્વપ્ન જોવાય છે,

એકવાર ધ્વજ ફરકાવવો એજ એને દેખાય છે.


સ્વપ્ન સાકાર કરવા અથાગ પરિશ્રમ થાય છે,

વિદ્યા વાચસ્પતિ સુધીની પદવી હાંસલ થાય છે,


શ્રેષ્ઠ ઉદ્દઘોષક ને વક્તાનો એવોર્ડ પ્રાપ્ત થાય છે,

પણ પેલું સ્વપ્ન ક્યાંક આંખોમાં ડોકાય છે.


તમેજ તમારા ભાગ્યવિધાતા એવું વિચારીને,

સ્વપ્ન પરિપૂર્ણ થશેજ એવી આશા બંધાય છે.


સૌથી વધુ ભણેલી દીકરી ધ્વજવંદન કરશે,

આવો પરિપત્ર સરકાર તરફથી થાય છે.


જયાંથી શિક્ષણ લીધું ત્યાંથી આમંત્રણ મળે છે,

બા-બાપુ ને ગુરુજનોના આશિષ સાથે,


સ્વપ્નને જીવંત રાખનાર ભાઈની હાજરીમાં,

અશ્રુભીની આંખે રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational