મારો પ્યારો પરિવાર
મારો પ્યારો પરિવાર
હસતો હસાવતો મારો પ્યારો પરિવાર,
સૌને માન આપતો મારો પ્યારો પરિવાર,
સંકલ્પો માટે તત્પર મારો પ્યારો પરિવાર,
સૌને ખુશી આપતો મારો પ્યારો પરિવાર,
વડીલોની કાળજી લેતો મારો પ્યારો પરિવાર,
બાળકોને રાજી રાખતો મારો પ્યારો પરિવાર,
સંપજંપથી કામ કરતો મારો પ્યારો પરિવાર,
દુઃખમાં સાથ આપતો મારો પ્યારો પરિવાર,
ત્યાગીને ખુશ રહેતો મારો પ્યારો પરિવાર,
સૌના મુખ મલકાવતો મારો પ્યારો પરિવાર.
