મારો દેશ
મારો દેશ


ગરમી અવાજમાં નહિ,
લોહીમાં હોય તો કામ લાગે,
પોતીકા સામે બાખડીને શું કરશો ?
આતંકવાદ, ભ્રષ્ટાચાર,
હિંસા સામે, અંગાર બનીને,
ભષ્મ કરી નાખીએ ત્યારે કામ બને,
'ભારત' શબ્દની ગરિમા, એને વંદન કરી,
એના માન-સમ્માનની,
રક્ષા કરીએ ત્યારે કામ બને.'