મારી વાત ના ભૂલાય
મારી વાત ના ભૂલાય
હવે આ કોરોનાનો કહેર ના 'સહેવાય' મારા ભાઈ
આ કોરોનાને હવે મજાકમાં ના 'લેવાય' મારા ભાઈ,
ઘરની બહાર નીકળો કે જાઓ તમે ભલે બજારમાં
માસ્ક વિના કોઈ જગ્યાએ ના 'ફરાય' મારા ભાઈ,
ગમે ત્યાં જાઓ તો લોકોથી રાખજો જરૂરી અંતર
સોશ્યલ ડિસ્ટન્સનો નિયમ ના 'ભૂલાય' મારા ભાઈ
સર્દી, ઉધરસ, ખાંસી આવે તો નાકે રૂમાલ રાખવો
મસાલા ખાઈને જયાં ત્યાં ના 'થૂંકાય' મારા ભાઈ,
સગા, સંબંધીઓ કે હોય મિત્રો તો કરવા વંદન
સામે મળે એને હાથ ના 'મિલાવાય' મારા ભાઈ,
હાથ ધોવા સાબુને સેનેટાઈઝરનો કરો ઉપયોગ
બહાર જાવ તો જયાં ત્યાં ના 'અડાય' મારા ભાઈ,
ગરમ પાણી પીવો, લીંબુ શરબત પીવાનુ ના ભૂલો
ફ્રીઝનું ઠંડુ પાણી ને પીણાં ના 'પીવાય' મારા ભાઈ,
ઘરનું જ ખાવાની ટેવ પાડો ને ઠંડુ ખાવાનું ટાળો
બહારનું હોટલનું ફાસ્ટફૂડ ના 'ખવાય' મારા ભાઈ,
ઘરમાં પરિવાર સાથે કરો મોજમસ્તીને ઉજાણી
મેળા, પિકનિક, પ્રવાસમાં ના 'જવાય' મારા ભાઈ,
આજે કોરોનાનાં સંકટ સામે રાખજો સાવચેતી
કનકની આ વાત જોજો ના 'વિસરાય' મારા ભાઈ.
