STORYMIRROR

Tanvi Tandel

Drama

3  

Tanvi Tandel

Drama

મારી શાળા

મારી શાળા

1 min
14.6K


શાળા મને વ્હાલી લાગે

રૂડી ને રૂપાળી લાગે.......


નિયમિત શાળાએ હું જાઉં,

લેસન પૂરું કરીને લાઉં,

શાળાને સ્વચ્છ રાખું,

કચરો કચરાપેટીમાં નાખું,

મેદાનમાં જઈ સુંદર રમત રમું,

બહેનની અલકમલકની વાર્તાઓમાં ભમું,

શાળા મને વ્હાલી લાગે.......


રૂડી ને રૂપાળી લાગે!

વિવિધ વિષયોનું શિક્ષણ મળે,

અઢળક જ્ઞાનનો ખજાનો જડે,

મારી શાળાની સુંદર દુનિયામાં

મજા પડે .... મને મજા પડે....


Rate this content
Log in

Similar gujarati poem from Drama