Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

મારી પ્યારી અનવી

મારી પ્યારી અનવી

1 min
174


તારા આવ્યાથી હું તારો ભઈલો કેટલો ખૂશ છું ! તને ખબર છે ? તું જ્યારે મમ્મીનાં પેટમાં હતી ત્યારે હું ને મમ્મી તારી સાથે ખૂબ વાતો કરતા, તે વખતે મને ખબર જ નહોતી મારે બહેના આવવાની છે. મારે હાથે રાખડી બાંધવા મારે પણ બહેના જ જોઈતી હતી.

તારા જન્મ પછી સૌ પ્રથમ વખત તને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

તારી આગળ પાછળ જ ફર્યા કરુ,

એકીટશે તને જોયા કરુ,

તારાં નાનાં નાનાં હાથ - પગ ને બઘું જોયા કરું,

તું આંખ ખોલે, તો તરત દોડી આવું,

તું આળસ મરડે,

બગાસુ ખાય,

તું રડે - તું હસે પણ,

તારું આ બઘું જ હું આખો દિવસ જોયા કરું,

ન તો હું ઘરે જાઉં,

ન તો હું સુઈ જાઉં,

ન તો મને જમવું ગમે,

બસ !

આખો દિવસ તારી સાથે હોસ્પિટલમાં રહેવું ગમે,

પપ્પા રાતે ઘરે લઈ જતાં તો પણ મને જવું ન ગમે.

તને નાનીના ઘરે મૂકીને મારી સ્કૂલ એક્ઝામ વખતે મારે દાદીના ઘરે જવું પડ્યું; તે સમયે તને છોડીને જવું મને નહોતુંં ગમ્યું. ત્યારે હું નાનીને અને મમ્મીને તને સાચવવાનું, ધ્યાન રાખવું, કહીને ગયો હતો.

તું દિવસે દિવસે મોટી થાય છે તે બધું જ હું જોવું છું.

તારાં માથા પર, વાળ પર, તારા ગુલાબી ગાલ પર અને તારા હાથની નાની નાની આંગળીઓ પર મારો હાથ ફેરવું છું. 

મારી વ્હાલી બહેના ! 

તું જલ્દી જલ્દી મોટી થઈ જા ને ! 

મારે તારી સાથે રમવું છે.

બાગમાં જઈ પકડદાવ અને સંતાકૂકડી રમવા છે.

મને જે આવડે છે તે બધું જ મારે તને શીખવવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children