દિકરી
દિકરી
નાજુક્તના દોરથી પિતા સાથે બંધાયેલી એક ગાંઠ એટલે દિકરી.
ઘરના માળામાં ઉછરેલું એક સ્વતંત્ર વિચારોનું પંખી એટલે દિકરી.
લાભ-શુભથી જોડાતી કુમકુમ પગલાની પડછાય એટલે દિકરી.
સૂર્યોદયના આભાસ સાથે મેહકતું કોમળ કિરણ એટલે દિકરી.
ઉજવળતા દિવસ સાથે ખીલતું સૂર્યમુખીનું ફૂલ એટલે દિકરી.
દરેકના આંગણમાં મહેકતો પવિત્ર તુલસીનો ક્યારો એટલે દિકરી.
લાગણીથી ઉછરેલી નિરાળી લીલીછમ હરીયાળી એટલે દિકરી.
માતાની મમતાની મૂરત અને આંખને શોભતું કાજળ એટલે દિકરી.
ખેલતી કૂદતી ઢીંગલીના પગના ઝાંઝરનો રણકાર એટલે દિકરી.
સોળે કળાઓ રચીને નૃત્ય કરતું આઝાદ પારેવડું એટલે દિકરી.
લાડને ભુલીને વ્હાલનું સુવાસ ફેલાવતુ શીતળ ઝરણું એટલે દિકરી.
કુટુંબને માન-સન્માનથી સજાવતી નાજુક ફૂલની ડાળ એટલે દિકરી !
