STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories

4  

ચૈતન્ય જોષી

Children Stories

શાળાગીત

શાળાગીત

1 min
302

જ્યાં વીણાવાદિની વસનારી, એવી શાળા છે સુંદર મારી.

બાળ મેળવે સફળતા ધારી, એવી શાળા છે સુંદર મારી.


પ્રાર્થનાના સૂરે જે શોભનારી, શિસ્તથી લાગે છે પ્યારી.

હર બાળ ઇશના પ્રભારી, એવી શાળા છે સુંદર મારી.


રમતગમતમાં આગે વધનારી, સતત પ્રવૃત્તિ જ્યાં થનારી.

સ્વચ્છતા થકી જે દીપનારી, એવી શાળા છે સુંદર મારી.


ભેદભાવ સઘળા ભૂલનારી, પરિણામે રહે સૌથી ન્યારી.

મૃદુ ભાષાને એ વદનારી, એવી શાળા છે સુંદર મારી.


વિનય વિવેક ઉર ધરનારી, દેતી પ્રભાતને જે શણગારી.

સરાહે જેને સહુ નરનારી, એવી શાળા છે સુંદર મારી.


Rate this content
Log in