જીવન ઝરમર
જીવન ઝરમર
1 min
305
તમારી જીવન ઝરમરમાંથી પામી શકીએ 'બાપુ' ઘણું,
તમારી જીવન ઝરમરમાંથી શીખી શકીએ 'બાપુ' ઘણું,
સત્યના પ્રયોગો તમારા જીવનની પ્રયોગશાળામાં થયા,
રાખી આત્મબળ સત્યને આચરી શકીએ 'બાપુ' ઘણું,
વાત સાદગીની ને ખાદીની આજ પણ લાગુ પડે એટલી,
વિદેશી વર્તનની ચુંગાલેથી પાછા ફરી શકીએ 'બાપુ' ઘણું,
અહિંસાનો સિધ્ધાંત તમારો આજ પણ છે કેવો જરુરી,
' જીવો ને જીવવા દો ' સૂત્ર જીવને ધરી શકીએ 'બાપુ' ઘણું,
સ્વાદત્યાગનો આગ્રહ તમારો ડોકટરોથી દૂર રાખનારો છે,
સાત્વિક ભોજન થકી આરોગ્ય મેળવી શકીએ 'બાપુ' ઘણું.
