બાળકની વ્યથા
બાળકની વ્યથા
1 min
510
મુજને હવે અધિક ના સંતાપો,
મુજને હળવું દફતર તમે આપો.
જરાક જુઓ તમે મારી ઉંમર,
કૈંક રાખો ભલા ઇશ્વરનો ડર,
બાળ મજૂર મુજને ના બનાવો,
મુજને હળવું દફતર તમે આપો.
ઠાંસી ઠાંસીને ભર્યો એમાં ભાર,
પીઠ ઉપર થાય છે કેવો પ્રહાર !
છે આ ક્યા જન્મનાં મારાં પાપો ?
મુજને હળવું દફતર તમે આપો.
માસૂમ પુષ્પકળીવત્ મારી વય,
મારું બાળપણ ના છીનવો ભઈ,
સરળ વ્યવસ્થા તમે કૈંક સ્થાપો,
મુજને હળવું દફતર તમે આપો.
હોય શિયાળો કે ઉનાળાના તાપો,
ચોમાસે મારી વેદનાને કૈંક પ્રલાપો,
ક્યારેક તો વજન દફતરનું માપો ?
મુજને હળવું દફતર તમે આપો.
