વર્ષારાણી
વર્ષારાણી
1 min
292
હળવી બૂંદો આકાશેથી, આજે ધરતી પર વર્તાણી,
આજે મહેકી ઉઠી છે માટી, આવી આવી વર્ષારાણી.
ચહેકી ઉઠ્યા પક્ષી જાનવર, મહેકી ઉઠ્યા ફૂલ ડાળ પર,
ખુશનુમા ઠંડક પ્રસરાવી, આવી આવી વર્ષારાણી.
લીલુડી ચાદરના શણગાર સજીને, ધરતી આજે મલકાતી,
તાપથી ત્રાસેલા ચહેરા પર, ખુશી આજે છલકાતી,
ઝરમર પાયલને છમકાવી, આવી આવી વર્ષારાણી.
હૈયા ઠારો, તરસ છીપાવો, મંગલ સર્વે કરજે,
ઋતુઓની રાણી તું વર્ષા, સ્વાગત તારું સર્વે,
મેઘરાજાની સંગીની સદાની, આવી આવી વર્ષારાણી.
