STORYMIRROR

Bharat Thacker

Children Stories Inspirational

4  

Bharat Thacker

Children Stories Inspirational

બાળઊછેર

બાળઊછેર

1 min
395

બદલી જાય છે પતિ-પત્નીની દુનિયા,

જ્યારે બાળક લે અવતાર છે,

બાળકનો જન્મ થતા જ કુટુંબમાં,

વાગે ખુશીની સિતાર છે.


બાળકના ભવિષ્યનો,

મા-બાપ પર દારોમદાર છે,

મા બાપે આપેલા સંસ્કારો,

બાળકની જિંદગીના સૂત્રધાર છે.


બાળકની જિંદગીમા શરુઆતના વર્ષોનું,

મહત્વ અપંરપાર છે,

શારીરિક અને માનસિક વિકાસનું,

એ સોનેરી દ્વાર છે.


બાળકોના મન હોય કોરી સ્લેટ જેવા,

રહેવાનું તકેદાર છે,

પ્રેમ આપજો પુષ્કળ,

બાળકોનો પ્રેમ માટે પુકાર છે.


બાળકોની ઉર્જા શક્તિ,

હોય હંમેશા પારાવાર છે,

શક્તિને હકારાત્મક બનાવવા,

મા-બાપ જવાબદાર છે.


માત્ર સુફીયાણી વાતો કરવાથી,

ના થાય કશું પુરવાર છે !

મા-બાપના વર્તન ઉપર,

સઘળો આધાર છે.


નૈતિકતા છે સુંદર જીવનનો પાયો,

નૈતિકતા સુંદર સંસ્કાર છે,

સત્સંગ, નૈસર્ગીક જીવન, વિવેક,

વિશાળતા જિંદગીના શણગાર છે.


આપણી સંસ્કૃતિ છે અનોખી,

અનોખો વિસ્તાર છે,

સંસ્કાર મળી રહે ગર્ભધારણથી,

તે માટે પુંસવન સંસ્કાર છે.


Rate this content
Log in