બાળપણ
બાળપણ
1 min
385
મને કદી પણ ન વિસરનારું બાળપણ મારું,
અતીત સ્મરણો વાગોળનારું બાળપણ મારું,
ભોળાભાવે ભમતા કેવા સહુ મિત્રો સંગાથે,
દુનિયાદારીથી દૂર રહેનારું બાળપણ મારું,
રમવું ને રખડવું એકમાત્ર પ્રવૃત્તિ હતી અમારી,
એમાં ભણવાનું રહી જનારું બાળપણ મારું,
હતી નફરત સખત ભણવાથી મુજને સદાય,
મિત્રો સંગાથે મન મોહનારું બાળપણ મારું,
વાતવાતે વડીલોની રોકટોક મનને અકળાવતી,
મુક્ત ગગનનું પંખી બનનારું બાળપણ મારું,
લડવું, ઝઘડવું ને રીસાવું કરી મનામણાને મનાવું,
નિર્દોષ નિખાલસ થૈ વીતનારું બાળપણ મારું .
