સંતાકૂકડી
સંતાકૂકડી
1 min
182
ઉંદર ભાઈ તો ચૂં ચૂં કરતા ઝટઝટ દોડી આવે,
બિલાડી બેન પકડવા જાય પણ, કેમે કરીને ના ફાવે.
તીખી તીખી આંખ કરી ને ઉંદરભાઈ ને ડરાવે,
ઉંદરભાઈ તો શાણા છે એમ કાંઈ હાથમાં ન આવે.
આમ દોડે તેમ દોડે, બિલ્લીબાઈ ને દોડાવે,
ધુંવા-ફૂવાં થઇ બિલ્લીબેન, ઉંદર હાથમાં કેમ ના આવે ?
તરાપ મારી ઝપટી લઉં હું બિલાડીબાઈ વિચારે,
ઉંદરભાઈ તો હસતા હસતા ખીલ્યા છે પુર બહારે.
આવો બિલ્લીબેન તમને તો હું સંતાકૂકડી રમાડું,
તમે મને જો પકડી પાડો તો ખીર પૂરી જમાડું.
