બાળપણ
બાળપણ
1 min
303
પાટી-પેન લઈને ફરતું બાળપણ,
ખોવાઈ ગયું છે મોબાઇલની માયામાં,
બાળવાર્તાઓ વાંચતુ રહેતું બાળપણ,
ખોવાઈ ગયું છે કાર્ટૂન નેટવર્કમાં,
મેદાનમાં રમતું હતું જે બાળપણ,
ખોવાઈ ગયું છે હવે ગેમઝોનમાં,
હસતું ખેલતુ નાનેરું બાળપણ,
ફસાઈ ગયું છે હવે ઈન્ટરનેટમાં,
પ્રશ્નોનાં જવાબમાં મુંઝાતુ બાળપણ,
જઈ ચડ્યું છે હવે ગુગલસર્ચમાં,
બચાવો રે કોઈ આ લાડલું બાળપણ,
ખોવાયું છે ટેકનોલોજીના યુગમાં,
આપણે શોધવા જઈશું જો બાળપણ,
તો શું તે મળી આવશે ગુગલસર્ચમાં?
