મળી આવે
મળી આવે
1 min
158
વ્હાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે,
લીમડાના વૃક્ષમાં ક્યાંક ગળપળ મળી આવે.
ચીથરેહાલ નોટનો શું ભરોસો, ફાટી પણ જાય,
પરચૂરણને પ્રેમ કરતુ એ બચપણ મળી આવે.
ભીતરમાં ભરાઈ ને રાત દહાડો છેતરે છે તેવી,
કલ્પનાઓને દર્શાવતું કોઈ દર્પણ મળી આવે.
બારેમાસ બળબળતા બપોર તો કેમ સહેવાશે,
સુરજને થોડો સંતાડે એવી પાંપણ મળી આવે.
તૈયારી કરી છે ખુલ્લા દિલે વ્યાજ ચુકવવાની,
બાંધી મુદતની જો, એકાદ થાપણ મળી આવે.
