STORYMIRROR

Hemaxi Buch

Children Stories Inspirational

4  

Hemaxi Buch

Children Stories Inspirational

દિકરી

દિકરી

1 min
325


સુખ છલોછલ તો ય જીવન છે અધુરૂં, જો ન દિકરી,

દુ:ખની ખારાશો છતાં, જીવન મધુરૂં, જો હોય દિકરી,

 

દિપતું અસ્તિત્વ આપોઆપ કોઈ યત્ન વિના,

જિંદગી ઊપર મઢેલો હેમનો છે ઓપ દિકરી,

 

સાવ સાધારણ અવસ્થામાં કશુંક પામ્યાંનો લ્હાવો,

કોઈપણ સિધ્ધિ વિના સાફલ્યનો જયઘોષ દિકરી,

 

હોય ના હાજર છતાં, અહેસાસ નિકટતાનો આપે,

દર્દમાં હમદર્દની ના સાલવા દે ખોટ દિકરી,

 

ધર્મગ્રંથોની સરીખું સ્થાન એનું જિંદગીમાં,

પૂજજો ! કુરાન, ગીતા, બાઈબલનો બોધ દિકરી.


Rate this content
Log in