મારી પાસે
મારી પાસે
શબ્દમાં તને આગળ લખું છું
કેમ છો પૂછવા કાગળ લખું છું,
તું મજામાં હશો એવી આશા લખું છું
સદા ખુશ રહેજે એવો સાથ આપું છું,
તું સહકારમાં રહેજે એવી વાત લખું છું
સૌની સાથે મળીને ઉત્સવ ઉજવજે એવી રીત આપું છું,
તું પ્રેમથી રહેજે એવી પ્રાર્થના લખું છું
જીવનની શરૂઆત અર્થથી કરજે એવું ખાસ લખું છું,
તું મનના મનોબળથી બંધાઈ ને રહેજે એવી બાબત લખું છું
જીવનને જીવી ને બતાવજે એવો વિશ્વાસ રાખું છું.

