Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

મારી મા

મારી મા

1 min
299


મા તારા માટે ક્યાં આજનોજ દિવસ ખાસ ?  

તું તો દરેક દિવસો, દરેક જન્મો માટે છો ખાસ. 


દુઃખમાં હોઉં કે હોઉં હું સુખમાં મા, તું હંમેશા છો મારી પાસમાં.

મા તારા ગુણગાન આજ એક દિવસ માટે ક્યાં છે આશમાં ? 


દરેક નાની - મોટી સફળતામાં સૌથી વધુ ખુશી હોય તારી આંખમાં.

એક દિવસ હતો જ્યારે હું રડી અને તું હસી હતી અસહ્ય પીડામાં. 


નવ નવ મહિનાઓ કોઈ પણ ફરિયાદ વિના વેઠ્યા તે પીડામાં,

દરેક દિવસે મને લાવવા આ દુનિયામાં સપના જોયા ખુશીના.


મોટા થતા સંતાનો તારા બોલ્યા, 'તને ક્યાં ખબર ન પડે આજમાં !' 

છતાંય હાસ્ય લાવી ચહેરા પર આંસુઓને દબાવી રાખ્યું આંખમાં. 


આજ માટે જ નથી સ્ટેટસ અપડેટ તારા હસતા ચહેરામાં ! 

હું બનાવુ મારું સ્ટેટસ જ જેમાં દેખાય ઝલક તારા નામમાં. 


વરસાવ્યો તે મા હમેશા સ્નેહનો સાગર મીઠી વાણીમાં.

આજ હું પણ વહી જાઉં તારા 'સ્નેહની સરવાણીમાં.'


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational