મારી લાડલી
મારી લાડલી
દીકરી બની મારૂ સુનું આંગણું સજાવ્યું,
દીપાવ્યો અમારો સંસાર,
બેનડી બની ભઇલાને લડાવે છે લાડ,
પોતે ઢીંગલી જેવી કરતી ઢીંગલીનો શણગાર,
કેવી અલબેલી અટખેલી મારી લાડલી,
સૌના પર સ્નેહ વરસાવે એ અનરાધાર,
નિર્જીવ ઢીંગલીને ચાહે પશુઓને વ્હાલ કરે,
મારી ઢીંગલી જાણે વાત્સલ્યનો છે ભંડાર,
મારા જીવનની એ જ્યોત છે જાણે !
રોશની થકી ઝગમગાવે ઘરના દ્વાર,
મુસ્કાન એની એવી મીઠડી,જોઈ
ભાગે દુઃખ લાખો કોસ મારા દ્વારથી દૂર.
