Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Spardha Mehta

Drama Classics

3  

Spardha Mehta

Drama Classics

મારી લાડકી ' મા '

મારી લાડકી ' મા '

1 min
643

લાવને આ કરચલીઓના સળને,

પ્રેમની ઉષ્માથી સપાટ કરી દઉં,

આંખોના કાજળથી ઘસી ઘસીને,

શ્વેત વર્ણ તારા કેશને કાળા કરી દઉં,

થર - થર ધ્રુજતા આ હાથ - પગમાં,

જોશ પૂરવા યૌવન મારું કુરબાન કરી દઉં,

તું શીદને પહેરે ઘસાયેલા પાલવની સાડી?

નવી નકોર ચુંદડીથી તને હું સજાવી દઉં.

યાદ છે તારા સીવેલા ઝભલા,

રોટલા ઘડતા એ હાથ દાઝેલા,

યાદ આવે છે મારી માવજતમાં,

તે કેટકેટલા ભોગ દીધેલા,

અને ચૂપચાપ તારા શોખને

કોઈ ઊંડી પેટીમાં પૂરેલા.

ના, નથી જોવો મારે આ

મજબૂરીનો ઘરડો વાઘો,

તારું જ ઘડેલું ચિત્ર હું,

હવે હું જ કરીશ તારો રંગ પાકો,

ઓ મા ! તેને બનાવી દઉં સખી,

અને હું તારો સખો,

સાચા અર્થમાં જોડે માણીએ,

જીવનનો બાકી હિસ્સો.

તારે પાનખર અને મારે વસંત,

નથી મંજૂર મને એ સમજનો શિરસ્તો.

Rate this content
Log in

Similar gujarati poem from Drama