મારી ખુશી તું છે
મારી ખુશી તું છે
મારા ચહેરા પર ખુશી તારી હોય,
મારા શબ્દો પર સમજ તારી હોય,
મારા મન પર મીઠાશ તારી હોય,
મારા તન પર તારીફ તારી હોય,
મારા હૃદય પર હરકત તારી હોય,
મારા વિચાર પર વાણી તારી હોય,
મારા હાથ પર હસ્તરેખા તારી હોય,
મારી લાગણી પર લીલાશ તારી હોય,
મારી માંગણી પર મિત્રતા તારી હોય,
મારી દુનિયા પર દસ્તક તારી હોય,
મારા જીવનમાં જીત તારી હોય.

