STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારી જાતને મળતા હું ડરું છું

મારી જાતને મળતા હું ડરું છું

1 min
360

સફર જીવનની એમ જ કરું છું,

દરેક ડગલે તારી જ આરઝુ કરું છું,


અહમની દીવાલો તોડી રોજ મારામાં તને વિસ્તારૂ છું,

તારામાં જ સમાઈ હું મારી જાત ને છેતરું છું,


તને ખોવાનો એટલો ડર લાગે છે કે,

મારી જાતને મળતા હું ડરું છું,


બસ તારી યાદમાં આંસુઓને હું નોતરું છું,

ભીડમાં પણ સૌથી અલગ હું તરુ છું,


વીતેલા વખતને વાગોળ્યા કરું છું,

મારાથી મને જ છેતર્યા કરું છું,


બસ તારી જાતમાં આમ વિહર્યા કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance