STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

મારી જાતને હું બાળતી ગઈ

મારી જાતને હું બાળતી ગઈ

1 min
213

જીવનમાં મળેલા ઝેરને અમૃત માની હું પી ગઈ,

સપનાઓને મારા હૈયાની કબરમાં દફનાવી ખુશી ખુશી હું જીવી ગઈ,


મુક્ત ગગનમાં ઊડવાના અભરખા નથી રહ્યા હવે,

બસ પાંજરે જ મીઠો ટહુકો કરી ગઈ,


પુષ્પ સમુ છે આ જીવન,

ખીલીને કરમાઈ જવાનું,


બસ એ વિચારી મહેક ફેલાવતી ગઈ,

પ્રજ્જવલિત કરવા પરિવારનું આંગણ,


બસ મારી જાત ને હું બાળતી ગઈ,

બસ આજે નહિ તો કાલે થશે મારી કદર,


બસ એ આશામાં કેટલાય ઘાવ સહેતી ગઈ,

લોકોની મરજી પ્રમાણે હું રહેતી ગઈ,


બસ ચહેરા પર હાસ્યનું આવરણ હું પહેરતી ગઈ,

બસ હું તો એક મીઠી નદી હતી,


પણ સાગરના મોહમાં ખારી થતી ગઈ,

પરપીડાનું શમન કરવા,


મારી જાત ને હું રોજ ઘાવ દેતી ગઈ,

થોડી પ્રશંસા અને કદર મેળવવા મારા અસ્તિત્વને ગુમાવતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy