મારી દિકરી: એંજલ
મારી દિકરી: એંજલ
એન્જલ મારી દીકરી,
મીઠી મીઠી સરવાણી.
સ્ફુરે છે હ્રદયમક્ષિકા વીંધી,
જિહવાપટના મૃદાવરણે.
પાર્થને કહો ચડાવે બાણ,
વીંધે માતૃત્વ ઘનકાર માઘ.
સ્ફટિક શા નયન નિહાળું,
ચંચળતા વહે છે અપાર,
હરિણી શા પગલાં કાલી-ઘેલી,
બોલી પાડે મુજને સાદ.
મમ્મા પપ્પા કહેતા તૂટે,
અશ્રુ મઝધાર......
પાર્થને કહો ચડાવે બાણ,
વીંધે માતૃત્વ ઘનકાર માઘ.
નિર્મળતા છલકે મોહિની નિહાળું,
વહાલ વહે છે અપાર,
ક્રોધિત મુદ્રા છતાં શરણાગતિનો,
પાડે મુજને સાદ.
નાના નાના હસ્ત વીંટળાતા,
અશ્રુ મઝધાર............
પાર્થને કહો ચડાવે બાણ,
વીંધે માતૃત્વ ઘનકાર માઘ.
ચરણ પખાળું પરમેશ્વરના,
એન્જલ ચરણનો ઝાંઝર ઝનકાર,
હરહંમેશ રહે મુજ સાથ,
પાડુ તુજને સાદ.
નાના નાના હસ્ત વીંટળાતા,
અશ્રુ મઝધાર............
પાર્થને કહો ચડાવે બાણ,
વીંધે માતૃત્વ ઘનકાર માઘ.
