STORYMIRROR

NEHA SADHU

Others

3  

NEHA SADHU

Others

પીયરનુ ઘર

પીયરનુ ઘર

1 min
1.3K


પિયરનું ઘર આ એ જ ઘર છે,

તે પણ એ જ ઘર હતું.

છત તળે માનવ ત્યાં પણ,

અહી પણ.


શ્વસતા હૈયા ત્યાં પણ,

અહી પણ.

જીદ મારી ત્યાં પણ,

અહી પણ.


માત્ર ને માત્ર ફર્ક બસ તે,

ત્યાં ઉષ્ણતા અધિક ઉલ્લાસ અધિક.

ત્યાં ટોકતાં મુજને અડીખમ બનવા,

અહી હું ટોકું,ટોકવું-ટોકાવું,

ત્યાં પણ,

અહી પણ.


માત્ર ને માત્ર ફર્ક બસ તે,

ત્યાં ઉષ્ણતા અધિક ઉલ્લાસ અધિક.

વરસતો સ્નેહ ત્યાં પણ,

અહી પણ.

જિજીવિષા મારી ત્યાં પણ,

અહી પણ.

જવાબદારી વળી ત્યાં પણ,

અહી પણ.


નથી મને કઈ કમી ત્યાં પણ,

અહી પણ.

મારી છે સૌને પડી ત્યાં પણ,

અહી પણ.

મારા વ્હાલા સ્નેહી ત્યાં પણ,

અહી પણ.

આ એ જ ઘર છે,

તે પણ એ જ ઘર હતું


Rate this content
Log in