STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

મારે

મારે

1 min
302

એકમાત્ર તારો છે વિશ્વાસ મારે,

એટલે જ તારા લગી પ્રવાસ મારે,


તને ભૂલવાનું આવતું જ નથી કદી,

વગર હાજરીએ છે સહવાસ મારે,


દૂરસુદૂર છો તું શું થયું તેથી પ્રિયે,

યાદોના વમળમાં આસપાસ મારે,


સ્મરણ તારું વસંત બની ટહૂકતું,

વિયોગે પાનખરનો આભાસ મારે,


નથી છતાં છે અને છે છતાંય નથી,

ક્યારે તકદીર થશે ઉજાસ મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance