મારે તો લીલા લહેર હોય
મારે તો લીલા લહેર હોય
ઘણી દુઆઓ નિષ્ફળ ગઈ મારી,
ઈશ્વરને દોષ શું આપવો ?
શાયદ મારી માંગણીમાંજ કોઈ ફેર હોય !
શાયદ મે માગ્યું એનાથી વધારે આપવું હશે !
મે ટીપું માંગ્યું, એને દરિયો આપવો હશે,
ઈશ્વરની મરજી સમજી એમાં,
મારે તો લીલા લહેર હોય,
ભલે ને સૌ કોઈ રાખે મારા માટે વેર !
તોય મારા મનમાં ક્યાં છે કોઈ માટે ઝેર !
મેં તો ઈશ્વર પ્રત્યેની આસ્થાનો દીપ રાખ્યો છે જલાવી,
પછી ભલેને દુનિયામાં ચારેકોર અંધેર હોય !
કોઈ મુસીબત કોઈ તકલીફ મને સ્પર્શી પણ નહિ શકે,
ઈશ્વર છે મારી સાથે મને ડર શું ?
પછી ભલેને મુસીબતોની ઢેર હોય !
લાખો દુઆ છે મારી રાહમાં, હૈયે હામ છે,
ડરું હું શું કામ ?
સામે ભલેને સમસ્યાઓની કહેર હોય !
ઈશ્વર છે હંમેશા મારી તરફેણમાં
પછી વિરૂદ્ધ મારી ભલેને આખું શહેર હોય !
