મારાથી કરું
મારાથી કરું
જગતને સુધારવાની શરૂઆત હું મારાથી કરું,
અવરની નહિ પરંતુ મુલાકાત હું મારાથી કરું.
દર્પણ રોજેરોજ બતાવે છે ચહેરો કેવો મારો !
લડાઈ બીજાથી નહીં સંઘાત હું મારાથી કરું.
અવલોકું સદગુણો લોકોનાને આચરવા મથું,
સમજાવવા નથી કોઈને વાત હું મારાથી કરું.
પરિવર્તન મારા આચારનું સજ્જન આપનારું,
મૂલવું જાતને પછી ભેટ સોગાત હું મારાથી કરું.
મારાથી ઘર, શેરી,ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય,
દેશને વિશ્વ લગી થતાંને નિરાંત હું મારાથી કરું.
રોજબરોજ એક અવગુણને કહી દઉં અલવિદા,
છોને પોત પ્રકાશતા ખાટા દાંત હું મારાથી કરું.
