STORYMIRROR

Kinjal Pandya

Inspirational

4  

Kinjal Pandya

Inspirational

મારા માધવે

મારા માધવે

1 min
392

જીવી જુઓ કોઈ એકલવાયું જીવન, 

આમ,જેમ જીવ્યું પોતે જ મારા માધવે,


મોરલી રાખી અધરે પ્રહર્ષ કર્યા બધાને, 

તૃષ્ણા ત્યાગી પોતાની જ મારા માધવે,


હર્ષ રાખી પોતાના મુખ પર બીજા માટે, 

મીઠા ગોરસ ખવડાવ્યા સૌને મારા માધવે,


અળગો ન થવા દીધો મેં મારા હૈયાથી, 

આખું જીવન કષ્ટ વેઠ્યુ છે મારા માધવે,


હું રાધા, ને મને તો તૃપ્તિ ત્યારે જ મળી,

જ્યારે ભેળવી મને એનામાં મારા માધવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational