STORYMIRROR

Arjun Gadhiya

Inspirational Others

5.0  

Arjun Gadhiya

Inspirational Others

મારા ગુરૂજી

મારા ગુરૂજી

1 min
1.0K


સાંભળજો વિનવું તમને આજ રે મારા ગુરૂજી,

ભવસાગરમાં ઉતારો પાર રે મારા ગુરૂજી.


ભૂલો પડ્યો છું હું આ સંસાર સાગરમાં,

જડતો નથી કોઈ આરો આ જીવનમાં,

એથી વિનવું દેખાડો રાહ રે મારા ગુરૂજી.


જ્ઞાન વિના હું ભટકું છું અંધકારમાં,

જાણે તરૂ છું હું દુ:ખનાં દરિયામાં,

એથી વિનવું આપોને જ્ઞાન રે મારા ગુરૂજી.


ગુરૂ દ્રોણ બની આવો મારાં જીવનમાં,

કે કૃષ્ણ બની આવો માર્ગ ચિંધાડવા,

એમ વિનવે ‘અર્જુન’ આજ રે મારા ગુરૂજી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational